શ્રી પાટીદાર સેવા સમાજ-મુંબઈ સગપણ માહિતી કેન્દ્ર તરફથી જાણ કરતાં આનંદ થાય છે કે આપણા સમાજના જ્ઞાતિજનોના લાભાર્થે વેવિશાળ પરિચય સમારોહ તા. ૩૦.૦૩.૨૦૨૫ ને રવિવારના રોજ સવારના ૯.૦૦ થી ૫.૦૦ કલાકે બોરીવલી (મુંબઈ) સંકુલમાં આયોજિત કરવામાં આવેલ છે.
ઉપરોક્ત સમારંભમાં આપના કે આપના સબંધીઑના પરિવારમાંથી દીકરા-દીકરી માટે આપશ્રી ભાગ લેવાની ઇચ્છા ધરાવતા હો, તો આ સાથે વિગતવાર માહિતી અને ફોર્મ ની પીડીએફ ડાઉનલોડ કરીને ફોર્મમાં સંપૂર્ણ વિગત ભરીને તા. ૦૧.૦૩.૨૦૨૫ સુધીમાં બોરીવલી સંકૂલમાં મોકલી આપવા વિનંતી.